કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને ઇન્ડિયા અને ભાજપ- RSSના આદર્શ સંબંધી વૈચારિક ઘર્ષણ ગણાવી છે. ઝારખંડના સીમડેગા ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, ઇન્ડિયા ગઠબંધનને સત્તા મળે તો જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરાશે. શ્રી ગાંધીએ ભાજપની આદિજાતી સમુદાય અંગેની કથિત વિરોધી નિતીની ટીકા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઝારખંડ વિધાનસભાની ચૂંટણી 13મી અને 20મી નવેમ્બરે બે તબક્કામાં યોજાશે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે યોજાનારી કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠકોની પેટાચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે.
Site Admin | નવેમ્બર 8, 2024 7:57 પી એમ(PM) | રાહુલ ગાંધી