કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારિક હમીદ કર્રાએ જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે ગઈકાલે હોદ્દો સંભાળ્યો. શ્રી કર્રાએ શ્રીનગરની કોઈ પણ વિધાનસભા બેઠક માટે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય વિધાનસભા ચૂંટણી અને તેમની પાર્ટી માટે બેઠકો જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
શ્રી કર્રાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના પ્રાદેશિક દળ સાથે ચૂંટણી પહેલાના ગઠબંધનનો નિર્ણય, સ્થાનિક નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કર્યા પછી જ લેવાશે.
ઉલ્લેખનીય છે કે, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી-PDPના ભૂતપૂર્વ નેતા, શ્રી કર્રાએ અગાઉ રાજ્યમાં PDP-કોંગ્રેસ ગઠબંધન સરકારમાં નાણાંમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ વર્ષ 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા.
Site Admin | ઓગસ્ટ 18, 2024 2:11 પી એમ(PM)