ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 11, 2025 6:48 પી એમ(PM) | કોંગો

printer

કોંગોના ઇટુરી પ્રાંતમાં વિસ્થાપિત લોકો માટેની શિબિર પર લશ્કરી હુમલો થયો

કોંગોના ઇટુરી પ્રાંતમાં વિસ્થાપિત લોકો માટેની શિબિર પર લશ્કરી હુમલો થયો. આ હુમલામાં 55 નાગરિકોના મોત થયા.બહેમા બડજેરે જિલ્લાના વડાએ હુમલાની પુષ્ટિ કરી અને કહ્યું કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.ઉલ્લેખનીય છે કે પૂર્વ કોંગોમાં 120 થી વધુ સશસ્ત્ર જૂથો એકબીજા સામે લડી રહ્યા છે. આમાંના મોટાભાગના લોકો કિંમતી ખનિજો ધરાવતી જમીન અને ખાણોના નિયંત્રણ માટે લડી રહ્યા છે. કેટલાક પોતાના સમુદાયોનું રક્ષણ કરી રહ્યા છે. ગયા મહિને રવાન્ડા સમર્થિત બળવાખોરોએ ઉત્તર કિવુ પ્રાંતની રાજધાની ગોમા પર કબજો કર્યા પછી પૂર્વી કોંગોમાં સંઘર્ષ વધુ તીવ્રબન્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ