કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતો માટે બેરોજગારી અને ટેકાના ભાવ મુદ્દે ભાજપની ટીકા કરી હતી. હરિયાણાના કરનાલમાં વિજય સંકલ્પ રેલીને સંબોધતા શ્રી ગાંધીએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં યુવાનો બેરોજગારીને કારણે મુશ્કેલીને સામનો કરી રહ્યા છે. શ્રી ગાંધીએ ટેકાના ભાવ મુદ્દે કહ્યું કે ભાજપ સરકાર ખેડૂતોને લોન માફી આપવામાં નિષ્ફળ રહી છે. હરિયાણમાં કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે વાત કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ રાજ્યની મહિલાઓને 300 યુનિટ મફત વીજળી અને 2 હજાર રૂપિયાનું પેન્શન આપશે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 7:46 પી એમ(PM) | રાહુલ ગાંધી
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતો માટે બેરોજગારી અને ટેકાના ભાવ મુદ્દે ભાજપની ટીકા કરી
