કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મણિપુરના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ આજે સવારે સિલ્ચર વિમાન મથકે ઉતર્યા અને ત્યારબાદ મણિપુરના જિરીબામ માટે રવાના થશે.
દરમિયાન તેમણે ફુલેરતાલમાં એક રાહત શિબિરની મુલાકાત લીધી હતી, જ્યાં પૂર અસરગ્રસ્ત લોકોએ શરણ લીધી છે. આસામમાં પૂરને પગલે અંદાજે 23 લાખ લોકોને પ્રભાવિત થયા છે.
ગત વર્ષે મે માસમાં હિંસા બાદ પૂર્વોત્તર રાજ્યોનો આ તેમનો ત્રીજો પ્રવાસ છે, જ્યારે વિપક્ષના નેતા તરીકે પહેલો પ્રવાસ છે. તેઓ જિરીબામ જિલ્લામાં અસરગ્રસ્તો સાથે મુલાકાત કરશે. અને ત્યાર બાદ ઇમ્ફાલ જશે, જ્યાં ચૂડાચાંદપુર આદિવાસી વિસ્તારમાં વસતા અસગ્રસ્તો સાથે મુલાકાત કરશે. ઇમ્ફાલમાં તેઓ રાજ્યપાલ અનુસઈયા ઉઇકે સાથે પણ બેઠક કરશે અને ત્યાંથી લખનઉ માટે રવાના થશે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ પોતાની ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી 14 જાન્યુઆરીના રોજ કરી હતી.
Site Admin | જુલાઇ 8, 2024 2:28 પી એમ(PM) | રાહુલ ગાંધી