કૉંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવા વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરશે. આ માટે લોકસંવાદ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી, પોતાના વિસ્તારોની સમસ્યાઓ વિશે રજૂઆત કરી હતી. નર્મદા જિલ્લામાંથી સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં ગયેલી જમીન, રોજગાર, સ્થાનિક લોકોનું શોષણ, સ્થાનિક રીક્ષાઓ બંધ કરવી, ગુનાખોરી, ખરાબ કેનાલ સહિતની સમસ્યાઓ વિશે લોકોએ રજૂઆત કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 7:25 પી એમ(PM)
કૉંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવા વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરશે
