કેરળમાં આજે ઓણમની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે. રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ઓણમની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ એક શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે ઓણમ એ કેરળના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાની ઉજવણીનો પ્રસંગ છે. વધુમાં તેમણે લખ્યું છે કે આ તહેવાર પાકની લણણીને ચિહ્નિત કરે છે, સાથે જ સમૃદ્ધિનો આ તહેવાર સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એક શુભેચ્છા સંદેશમાં લખ્યું છે કે ઓણમ ઉત્સવ સમુદાયોને પ્રેમભરી પરંપરાઓ દ્વારા જોડે છે, અને તે કરુણા તેમજ બલિદાનના કાયમી મૂલ્યોની યાદ અપાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઓણમ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું છે કે આ તહેવાર કેરળની ભવ્ય સંસ્કૃતિની ઉજવણી કરે છે અને સમગ્ર વિશ્વમાં મલયાલી સમુદાય દ્વારા તેને ઉત્સાહપૂર્વક ચિહ્નિત કરવામાં આવે છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2024 2:07 પી એમ(PM)
કેરળ સહિત દેશભરમાં મલિયાલી લોકો ઓણમની ઉજવણી કરી રહ્યા છે
