કેરળ, પંજાબ અને યુપીમાં ચૂંટણીની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે આ રાજ્યોમાં 13 ને બદલે 20 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે. ચૂંટણી પંચે ત્રણ રાજ્યોમાં 14 વિધાનસભાની બેઠકોની ચૂંટણીઓ સાથે, સંબંધિત મતદાનની તારીખો બદલી છે.
તારીખ બદલવા અંગેનુ કારણ આપતા ચૂંટણી પંચે કહ્યું કે, વિવિધ પક્ષો દ્વારા માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષો એવાભાજપ, કોંગ્રેસ, બીએસપી, આરએલડી સહિતની રજૂઆત મળી હતી કે 13 નવેમ્બરે મોટાપાયે સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાવાના હોવાથી મતદાનની ટકાવારી ઘટી શકે છે. આ કારણને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે તારીખો છે.
Site Admin | નવેમ્બર 5, 2024 9:44 એ એમ (AM) | ચૂંટણી
કેરળ, પંજાબ અને યુપીમાં ચૂંટણીની તારીખમાં ફેરફાર કરાયો
