કેરળ, પંજાબ અને યુપીમાં ચૂંટણીની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે આ રાજ્યોમાં 13 ને બદલે 20 નવેમ્બરના રોજમતદાન કરવામાં આવશે..ચૂંટણી પંચે ત્રણ રાજ્યોમાં 14 વિધાનસભાની બેઠકોની ચૂંટણીઓ સાથે, સંબંધિત મતદાનની તારીખો બદલી છે..જેબેઠકોની ચૂંટણીની તારીખ બદલાઈ ગઈ છે તેમાં કેરળના પલક્કડ, પંજાબના ડેરા બાબા નાનક, છબ્બેવાલ , ગિદડબાહા, બાર્નાલા, ઉત્તરપ્રદેશના મીરાપુર, કુંદરકી, ગાઝિયાબાદ ખૈર કરહલ, શીશામાઉ, ફુલપુર, કટેહરી અને મજવાંનો સમાવેશ થાયછે..
તારીખબદવા અંગેનુ કારણ આપતા ચૂંટણી પંચે કહ્યું
કે, વિવિધ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષો એવાભાજપ, કોંગ્રેસ, બીએસપી, આરએલડી સહિતની રજૂઆત મળી હતીકે . તે દિવસે એક વિશાળ – સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો હશે. જેને કારણે મતદાનની ટકાવારી ઘટી શકે છે. આ કારણને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચેતારીખો બદલી હતી.