કેરળમાં, વાયનાડ લોકસભા મતવિસ્તારમાં અને ચેલાક્કારા અને પલક્કડના બે વિધાનસભા મતવિસ્તારોમાં 13 તારીખે થનાર પેટા ચૂંટણી અંગે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વાયનાડથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી આવતીકાલે આ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. એ પહેલા તેઓ એક રોડ શો કરશે જેમાં વિપક્ષના નેતા અને પૂર્વ વાયનાડ સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પક્ષના નેતા સોનિયા ગાંધી અને અન્ય રાજ્યના નેતાઓ સાથે રહેશે.ચેલક્કારા આરક્ષિત મતવિસ્તાર અને પલક્કડમાં, ત્રણ મુખ્ય પક્ષો UDF, LDF અને NDAના ઉમેદવારો આવતીકાલથી તેમના ઉમેદવારી પત્રો દાખલ કરશે. NDAના નવ્યા હરિદાસ અને LDFના ઉમેદવાર સત્યન મોકેરી ગુરુવારે ઉમેદવારી પત્ર ભરશે. ચેલક્કારા અનામતમત વિસ્તારમાં, કોંગ્રેસે પૂર્વ સાંસદ રેમ્યા હરિદાસ,LDF એયુ.આર. પ્રદીપ અને NDAએ કે. બાલકૃષ્ણનને મેદાનમાં ઉતાર્યા છે. પલક્કડ મતવિસ્તારમાંથી UDFએ કોંગ્રેસના રાહુલ મમકુટ્ટાથિલ,LDF એ ડૉ પી. સરીનને, જ્યારે NDA એ BJPના પ્રદેશ મહાસચિવ સી કૃષ્ણકુમારને મેદાનમાં ઉતાર્યા છે.
Site Admin | ઓક્ટોબર 22, 2024 3:10 પી એમ(PM)