કેરળમાં, વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં લશ્કર દ્વારા
માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી કરાઇ રહી છે. લશ્કર,
એનડીઆરએફ અને અન્ય એજન્સીઓના બચાવ કાર્યકર્તાઓ અસરગ્રસ્ત વિસ્તાર
માંથી વધુ મૃતદેહ શોધવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.
દરમિયાન રાજ્ય સરકારની અપીલને પગલે, લશ્કર દ્વારા આજે કાટમાળ
વચ્ચે વધૂ શોધ માટે દિલ્હીથી ઓપરેટરો સાથે ઝેવર રડાર, ચાર રેકો રડાર
મોકલવામાં આવશે.
આજે મુખ્યત્વે મૃતદેહો શોધવા અને આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત
કરવા માટેના પ્રયાસો હાથ ધરાશે.