બિનભાજપ શાસિત રાજ્યોના નાણામંત્રીઓનું એક દિવસનું સંમેલન આજે કેરળના તિરુવનંથપુરમ્ ખાતે યોજાયું હતું. સંમેલનમાં તેલંગાણા, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન 16મા નાણાપંચ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો વચ્ચે નાણાકીય સંબંધો સાથે સંકળાયેલા અનેક મુદ્દા પર વિચાર કરવામાં આવ્યો હતો.
કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને સંમેલનનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે, રાજ્યોએ 15મા નાણાપંચને એક આવેદન આપ્યું હતું, જેમાં રાજ્યોને મળતા કરનો હિસ્સો વધારીને ચોખ્ખી આવકના 50 ટકા કરવાની માગ કરવામાં આવી હતી.વિજયને દેશભરમાં વિકાસના વિવિધ સ્તર અને વ્યક્તિદીઠ આવકના અંતરને જોતા રાજ્યો વચ્ચે કરની સંતુલિત વિતરણ અંગેની પણ વાત કહી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર દ્વારા લગાવાયેલા સેસ અને સરચાર્જમાં વધારાને કારણે રાજ્યોને મળતા કરનો હિસ્સો ઘટ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 8:27 પી એમ(PM) | કેરળ
કેરળમાં યોજાયેલા સંમેલનમાં બિનભાજપ શાસિત રાજ્યોના નાણામંત્રીઓએ રાજ્યોને મળતા કરનો હિસ્સો વધારવાની માગ કરી
