કેરળમાં એમ-પોક્સનો વધુ એક કેસ નોંધાયો છે. વિદેશથી કેરળના કોચી પાછા ફરેલા 38 વર્ષિય પુરૂષને એમ-પોકસ હોવાની પુષ્ટિ થઇ છે. આ વ્યક્તિને ખાનગી હોસ્પીટલમાં સારવાર અપાઇ રહી છે.
દરમિયાન, રાજયના આરોગ્યમંત્રી વિણા જયોર્જે તિરૂઅનંતપુરમમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કેરળમાં એમ-પોક્સની પરિસ્થિતિની સમિક્ષા કરી છે. બેઠકમાં જણાવવામાં આવ્યું કે, આરોગ્ય વિભાગે એમ-પોક્સના દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે. અને જરૂરી તબીબી પગલાં લીધાં છે.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં આ મહિનામાં એમ-પોક્સનો આ બીજો કેસ નોંધાયો છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 8:01 પી એમ(PM) | એમ-પોક્સ
કેરળમાં એમ-પોક્સનો વધુ એક કેસ નોંધાયો
