ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 1, 2024 1:50 પી એમ(PM) | NDRF | કેરળ | વાયનાડ

printer

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટના મામલે હવે ભારતીય વાયુસેના રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સાથે રાહત અને બચાવકાર્યમાં જોડાઈ છે

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટના મામલે હવે ભારતીય વાયુસેના રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સાથે રાહત અને બચાવકાર્યમાં જોડાઈ છે.વાયુસેનાના સી—17વિમાનની મદદથી મેડિકલ કિટ સહિતની 53 મેટ્રિક ટન જરૂરિયાત સામાનનો જથ્થો અહીં પહોંચાડવામાં આવ્યો છે. AN-32 અને C—130 એરક્રાફ્ટ રાહત સામગ્રી અને કર્મચારીઓને લઈ જઈ રહ્યા છે. આ વિમાનની 200થી વધુ લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં અને ત્યાંથી લઈ જવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. M.I—17 અને અત્યાધુનિક ધ્રુવ હેલિકૉપ્ટર્સ માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત કામગીરી હાથ ધરવા સામેલ કરાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ