ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 1, 2024 12:20 પી એમ(PM)

printer

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા 250થી વધુ થઈ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા 250થી વધુ થઈ ગઈ છે. ભારતીય સેનાએ જણાવ્યું કે,ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 179 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અટ્ટમાલા, મુંડક્કઈ અને ચૂરલમાલામાં રાહત બચાવ ટુકડીઓ આજે સવારથી જ તપાસ અભિયાનમાં જોડાઈ ગઈ છે.ચૂરલમાલા ખાતેના પાણીના પ્રવાહ પર 190 ફૂટ લાંબા પુલનું નિર્માણકાર્ય મોડી રાત સુધી ચાલુ હતું, જે આજે બપોર સુધીમાં પૂર્ણ થશે. ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો, ભારે મશીન અને અન્ય સામગ્રીના પરિવહન માટે આ પૂલ મહત્વપૂર્ણ છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન આજે સવારે વાયનાડ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીમાં સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરશે.આ બેઠક પહેલા તેઓ અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આજે વાયનાડ પહોંચી મેપ્પડી ખાતે કેટલીક શાળાઓ અને મેડિકલ કૉલેજમાં રાહત શિબિરની મુલાકાત લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ