કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક 135 થયો છે. જ્યારે વિવિધ હૉસ્પિટલમાં 186 લોકોની સારવાર ચાલી રહી છે. તેમ જ 200થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. સેનાની ત્રણેય પાંખ, રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સંયુક્તપણે બચાવ અને રાહત કામગીરી કરી રહી છે.
વાયનાડમાં ચાલી રહેલી 45 રાહત શિબિરમાં 3 હજાર 69 લોકોને રાખવામાં આવ્યા છે. લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યૉર્જ કુરિયને ગઈકાલે રાત્રે વાયનાડ પહોંચી રાહત કાર્યોનું નિરીક્ષણ કરી સેના તેમ જ NDRFના અધિકારીઓ સાથે પણ વાત કરી હતી.
કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયન આજે વાયનાડની મુલાકાત કરશે. તો આતરફ હવામાન વિભાગે મલપ્પુરમ્, કોઝિકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે..
Site Admin | જુલાઇ 31, 2024 11:04 એ એમ (AM) | India