ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 15, 2025 1:56 પી એમ(PM) | ikgs | keral | P Rajeev | UAE

printer

કેરળના ઉદ્યોગ મંત્રી પી. રાજીવે IKGS માટે UAEના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી

કેરળના ઉદ્યોગ મંત્રી પી. રાજીવે આંતરરાષ્ટ્રીય રોકાણો આકર્ષવા માટે દુબઈમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન તેમણે આગામી ઇન્વેસ્ટ કેરળ ગ્લોબલ સમિટ-IKGS માટે સંયુક્ત આરબ અમીરાત-UAEના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી. 13 અને 14 જાન્યુઆરી, 2025 ના રોજ શ્રેણીબદ્ધ બેઠકોમાં, મંત્રીશ્રીએ UAE ના રોકાણ મંત્રી મોહમ્મદ હસન અલ સુવૈદી અને અબુ ધાબી ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન અહેમદ જાસીમ અલ ઝાબી સહિત UAE ના મુખ્ય અધિકારીઓ સાથે વાતચીત કરી. સંયુક્ત આરબ અમીરાત – UAE 21 અને 22 ફેબ્રુઆરી, 2025 ના રોજ યોજાનાર ઇન્વેસ્ટ કેરળ ગ્લોબલ સમિટ-IKGS માટે એક ખાસ પ્રતિનિધિમંડળ મોકલશે.
તાજ દુબઈ ખાતે રોકાણકાર રોડ શો દરમિયાન, યુએઈમાં ભારતીય રાજદૂત શ્રી સંજય સુધીરે ભારત-યુએઈ સંબંધોમાં કેરળના યોગદાન પર પ્રકાશ પાડ્યો. રાજદૂત સુધીરે અબુ ધાબીને તેના સાર્વભૌમ સંપત્તિ ભંડોળ સાથે ‘વેપારની રાજધાની’ તરીકે ઉભરી આવવા પર ભાર મૂક્યો, અને કહ્યું કે કેરળ વેપાર સંબંધોમાં મોખરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ