ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
પત્રકારોએ પોતાના પ્રવાસ અંગેના અનુભવ જણાવતા કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, અમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાતથી તેમણે ઘણી મળી છે. પત્રકારોએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી તેમજ ગિફ્ટ નિફ્ટીની પણ મુલાકાત હતી અને ગિફ્ટ સિટી અંગેના આગામી પ્રોજેક્ટ્સ વિશે માહિતી મેળવી હતી.
કેરળથી આવેલા પત્રકાર પ્રતિનિધિ મંડળનાં સંકલન અધિકારી તરીકે તિરુવનંતપુરમ પીઆઈબીનાં નાયબ નિયામક, ડૉ.અથિરા થમ્પીએ મુખ્યમંત્રીને સ્મૃતિ ચિન્હ ભેટ આપી હતી.આ પ્રસંગે પીઆઈબી, ગુજરાતનાં એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રકાશ મગદુમે ‘Mahatma Gandhi – A Life Through Lenses’ પુસ્તક તેમજ નાયબ નિયામક આરોહી પટેલે સ્મૃતિ ચિન્હ ભેટ કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ