કેબિનેટમંત્રી મુળૂભાઈ બેરાએ આજે દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી હર્ષદ ખાતે આઠ કરોડથી વધુના ખર્ચે ‘હર્ષદ માતામંદિર પરિસર’ની વિકાસ કામગીરીના પહેલા તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી બેરાએ કહ્યું: ‘ભારત સરકારના પ્રવાસન વિભાગની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત મંદિર પરિસરનો બે તબક્કામાં વિકાસ કરાશે. આ માટે 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.’ રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ પ્રવાસીઓ આપણા રાજ્યમાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું પણ શ્રી બેરાએ ઉમેર્યું હતું.ઉલ્લેખનીય છે કે, સમગ્ર મંદિર પરિસરના વિકાસ માટે પહેલા તબક્કા અંતર્ગત વિવિધ પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરાશે, જેમાં ટૅક્સી, કાર અને દ્વિચક્રી વાહન માટે પાર્કિંગ,શૌચાલયની વ્યવસ્થા, રાહદારીઓની શેરી, નાના બાળકો માટે રમવા માટેનો વિસ્તાર અને વડીલોને બેસવાની વ્યવસ્થા સહિત અન્ય સુવિધાઓ વિકસાવાશે.
Site Admin | માર્ચ 24, 2025 7:15 પી એમ(PM)
કેબિનેટમંત્રી મુળૂભાઈ બેરાએ આજે દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી હર્ષદ ખાતે આઠ કરોડથી વધુના ખર્ચે ‘હર્ષદ માતામંદિર પરિસર’ની વિકાસ કામગીરીના પહેલા તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું.
