ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 4, 2025 9:34 એ એમ (AM) | વિશ્વ કેન્સર દિવસ

printer

કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના હેઠળ છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવી.

આજે વિશ્વ કેન્સર દિવસ છે.
કેન્સરની સારવાર – નિદાન માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે સશક્ત પ્રયાસો કરી રહી છે.
રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પ્રભાવી અમલીકરણ અને ડે કેર કીમોથેરાપી કેન્દ્રોની સ્થાપના દ્વારા તમામ જિલ્લાઓમાં કીમોથેરાપી સારવાર ઉપલબ્ધ કરાવી છે. રાજ્યભરના 35 ડે કેર કીમોથેરાપી કેન્દ્રોમાં છેલ્લા બે વર્ષમાં 68 હજાર 190થી વધુ દર્દીઓને 1 લાખ 90 હજાર 30થી વધુ કીમો સેશન્સ અપાયા છએ.
ગત વર્ષ અમદાવાદની GCRIમાં 25 હજાર 950 દર્દીઓએ સારવાર મેળવી છે. છેલ્લા છ વર્ષમાં રાજ્ય સરકારે કેન્સર સારવાર માટે 2 હજાર 855 કરોડથી વધની રકમ પૂર્વ મંજૂર કરી છે.
આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે રાજ્યભરમાં કેન્સર જાગૃતતા તથા તપાસ માટે વિવિધ કાર્યક્રમો યોજાશે.
અલંગ ખાતેની રેડક્રોસ હોસ્પિટલમાં આજે બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી તપાસ કેમ્પનું આયોજન કરાયું છે. આ ઉપરાંત કેન્સર જાગૃતિ વક્તવ્ય અને જનજાગૃતિ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ