ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્ર સરકાર સાયબર ગુનાઓનો સામનો કરવા માટે ચાર સ્તરીય રણનીતિ અપનાવી રહી છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર સાયબર ગુનાઓનો સામનો કરવા માટે ચાર સ્તરીય રણનીતિ અપનાવી રહી છે, જેમાં સંકલન, સંદેશાવ્યવહાર અને ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે. આજે નવી દિલ્હીમાં ‘સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમ’ પર ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા, શ્રી શાહે સાયબર ક્રાઇમ અટકાવવા માટે જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો. તેમણે સમિતિના સભ્યોને આ સંદર્ભમાં જારી કરાયેલ હેલ્પલાઇન નંબર 1930નો શક્ય તેટલો વધુ પ્રચાર કરવા જણાવ્યું. શ્રી શાહે કહ્યું કે ગુનેગારોના ખાતાઓને ઓળખવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા AIનો ઉપયોગ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ