કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજનાની અરજી માટે પહેલી જાન્યુઆરી 2025થી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે. હાલમાં ખેડૂતો gjfr.agristack.gov.in પૉર્ટલ પર જાતે નોંધણી કરાવે છે. આ નોંધણી માટે પહેલી જાન્યુઆરીથી અરજદાર માટે ફાર્મર રજીસ્ટ્રી હેઠળનું ફાર્મર આઈડી ફરજિયાત કરાયું છે. ખેડૂતોએ પોર્ટલ પર સ્વ નોંધણી દ્વારા અરજી કરતી વખતે ફાર્મર આઈડી- ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવો પડશે એમ ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવાયું છે.
ઉપરાંત ખેડૂતો વેબપોર્ટલ અથવા મૉબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા કમ્પ્યુટર ઑપરેટરની મદદથી પણ અરજી કરી શકશે, પરંતુ આ માટે ફાર્મર આઈડી જરૂરી હશે. આઈડી માટે ખેડૂતે gjfr.agristack.gov.in પૉર્ટલ પર જાતે અરજી કરવી પડશે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 7:51 પી એમ(PM) | પ્રધાનમંત્રી કિસાન યોજના
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજનાની અરજી માટે પહેલી જાન્યુઆરી 2025થી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે
