વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે આપત્તિ વ્યવસ્થાપન નીતિઓ અને માળખામાં સતત સુધારા કરી રહી છે.
આજે નવી દિલ્હીમાં આપત્તિ વ્યવસ્થાપન પર વિશ્વ કોંગ્રેસને સંબોધતા, શ્રી ગોયલે વસુધૈવ કુટુંબકમની સાચી ભાવના સાથે મુશ્કેલીમાં મુકાયેલા દેશોને મદદ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. મંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું કે, જ્ઞાનની આપ-લે, અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને આપત્તિ જોખમ ઘટાડવાના પ્રયાસોમાં સહયોગને પ્રોત્સાહન આપવું એ સુરક્ષિત અને વધુ સ્થિતિસ્થાપક રાષ્ટ્રના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે. તેમણે કુદરતી આફતોના સંચાલનમાં ભારતીય સશસ્ત્ર દળોના યોગદાનની પ્રશંસા કરી.
Site Admin | જાન્યુઆરી 15, 2025 7:48 પી એમ(PM) | climate change | Piyush Goyal