કેન્દ્ર સરકાર દ્વારા આજથી ૧૦મી સપ્ટેમ્બરસુધી બીજા તબકાન PMJANMAN મહાઅભિયાનનો પ્રારંભ કરાયો છે. સુરત જિલ્લામાં PM-JANMAN અભિયાનના બીજા તબક્કાના પ્રચાર-પ્રસારતેમજ યોજનાકીય લાભો આપવા માટે ઝૂંબેશરૂપ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુંહોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે, જીલ્લામાં આદિવાસી સમુદાયના અંદાજે ૨ હજારથીવધુ કુટુંબોને જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના જેવી વિવિધ યોજનાઓના લાભથી લાભાન્વિત કરાશે.તો તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પીએમજનમન કાર્યક્રમ અંતર્ગત કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરાયું છે. જિલ્લા વિકાસઅધિકારીએ પત્રકારોને PM-JANMAN કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં આ યોજના અંતર્ગત થયેલી કામગીરી અંગે માહિતીઆપી હતી.
Site Admin | ઓગસ્ટ 23, 2024 7:34 પી એમ(PM)