આજે નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર, ત્રિપુરા સરકાર અને નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા- NLFT અને ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ-, ATTF ના પ્રતિનિધીઓ વચ્ચે સમજૂતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગૃહ મંત્રીએ જણાવ્યું કે, એ આનંદની વાત છે કે NLFT અને ATTF એ શસ્ત્રો ત્યજીને મુખ્યધારામાં જોડાયા છે. તેમણે જણાવ્યું કે, અગાઉ ઉત્તર પૂર્વનાં લોકો અને દિલ્હી વચ્ચે અંતર હતું, પણ પ્રધાનમંત્રીએ રોડ, રેલ અને એર કનેક્ટિવિટી દ્વારા આ અંતર નાબૂદ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં શાંતિ અને સમૃધ્ધિ માટે 12 મહત્વની સમજૂતિઓ કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 8:10 પી એમ(PM)
કેન્દ્ર સરકાર, ત્રિપુરા સરકાર, NLFT અને ATTF ના પ્રતિનિધીઓ વચ્ચે સમજૂતિ પત્ર પર હસ્તાક્ષર
