ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 28, 2024 9:07 એ એમ (AM)

printer

કેન્દ્ર સરકાર ડાય એમૉનિયમ ફૉસ્ફેટ- DAP ખાતરની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે શક્ય તમામ પગલા ઉઠાવી રહી છે.

કેન્દ્ર સરકાર ડાય એમૉનિયમ ફૉસ્ફેટ- DAP ખાતરની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે શક્ય તમામ પગલા ઉઠાવી રહી છે. રસાયણ અને ખાતર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્યો, રેલવે અને ખાતર કંપનીઓ સાથે સંકલન જાળવી રહી છે. વૈશ્વિક પડકારો વચ્ચે ઑક્ટોબર-નવેમ્બરમાં 17 લાખ ટનથી વધુ આયાતિ DAP રાજ્યોને ઉપલબ્ધ કરાવાયું હતું. ઉપરાંત સ્થાનિક ઉત્પાદનના માધ્યમથી અંદાજે સાડા 6 લાખ ટન ખાતર રાજ્યોને ઉપલબ્ધ કરાવાયું છે. રવિ પાક માટે અત્યાર સુધી 34 લાખ 81 હજાર મેટ્રિક ટન D.A.P. અને 55 લાખ મેટ્રિક ટનથી વધુ નાઈટ્રૉજન, ફૉસ્ફરસ, પૉટેશિયમ અને સલ્ફર ખાતર પૂરું પાડવામાં આવ્યું છે. મંત્રાલયના મતે, ભૌગોલિક રાજકીય કારણોસર DAPના પૂરવઠાને અસર થાય છે. રાજ્યોની ખાતરની માગ પૂર્ણ કરવા માટે દેશ આયાતિ DAP ખાતર પર નિર્ભર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ