કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિવર લિન્કિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જેને કારણે એકથી વધુ નદીઓનાં પ્રવાહનાં સંચાલનમાં મદદ મળશે.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલા ભારતીય જળ સપ્તાહનાં સમાપન સત્રને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતીય જળ સપ્તાહ 2024માં આવેલા સૂચનો અને ભલામણો દેશમાં જળ સંચય માટે મહત્વનાં પૂરવાર થશે. તેમણે જણાવ્યું કે ત્રણ દિવસનાં આ કાર્યક્રમમાં 40 દેશોનાં 215 વિદેશી સહિત કુલ 500થી વધુ પ્રતિનિધીઓએ ભાગ લીધો હતો.
Site Admin | સપ્ટેમ્બર 20, 2024 7:47 પી એમ(PM) | કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિવર લિન્કિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જેને કારણે એકથી વધુ નદીઓનાં પ્રવાહનાં સંચાલનમાં મદદ મળશે
