કેન્દ્ર સરકાર જણાવ્યું છે કે આઇટી ઉદ્યોગોને હવે નાના શહેરોમાં લઈ જવાશે જેથી આઇટી ક્ષેત્રે આવેલી ક્રાંતિનો લાભ નાના શહેરો સુધી પહોંચાડી શકાય.
લોકોસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ઇલૅક્ટ્રોનિક અને આઇટી પ્રધાન જિતિન પ્રસાદે એક નિવેદનમાં જણાવ્યું કે દેશમાં નવા 65 જેટલા સોફ્ટવેર ટેક્નૉલોજી પાર્ક – STPI વિકસાવવામાં આવ્યા છે, જેમાંથી 57 જેટલા ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં વિકસાવાયા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે સરકાર આ આઇટી કેન્દ્રોને ગ્રામીણ વિસ્તારો સાથે જોડવા માટે પરિવહન સેવાને વધુ સુદ્ઢ બનાવવા પ્રયાસ કરશે.
શ્રી પ્રસાદે જણાવ્યું કે આઇટી ક્ષેત્રે 54 લાખ રોજગાર પેદા થઈ રહ્યા છે, જેમાં 37 ટકા મહિલા કર્મચારીઓ છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 2:26 પી એમ(PM)
કેન્દ્ર સરકાર જણાવ્યું છે કે આઇટી ઉદ્યોગોને હવે નાના શહેરોમાં લઈ જવાશે જેથી આઇટી ક્ષેત્રે આવેલી ક્રાંતિનો લાભ નાના શહેરો સુધી પહોંચાડી શકાય
