ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 6, 2024 7:37 પી એમ(PM) | ખેડૂત

printer

કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ

કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ છે. કેન્દ્રિય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે રાજયસભામાં પૂરક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું.
તેમણે ડાંગર, ઘઉં, બાજરી સહિત વિવિધ પાકોના ટેકાના ભાવે કરાયેલી ખરીદીની વિગતો આપી હતી. એમ.એસ.સ્વામીનાથમ સમિતિ દ્વારા કરાયેલી ભલામણો મુજબ વર્તમાન એનડીએ સરકારે કૃષિ ઉત્પાદન ખર્ચની સરખામણીએ 50 ટકા તો કેટલાક કિસ્સામાં 100 ટકા વધુ ટેકાના ભાવોના આધારે ખરીદી કરી છે. સ્વામીનાથન સમિતિની આ ભલામણોનો અગાઉની યુપીએ સરકાર દ્વારા ઉપેક્ષા કરાઇ હોવાનો આક્ષેપ કૃષિમંત્રીએ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ