કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે સરકાર ઉબેર અને ઓલાના મોડેલ પર આધારિત ‘સહકાર’ ટેક્સી શરૂ કરશે. લોકસભામાં ચર્ચા દરમિયાન બોલતા, શ્રી શાહે કહ્યું કે આ પહેલ સહકાર સે સમૃદ્ધિની સાથે સુસંગત છે. તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે આગામી મહિનાઓમાં વિશાળ સ્વરૂપે સહકારી ટેક્સી સેવા શરૂ કરાશે. ટેક્સી સેવામાં ટુ-વ્હીલર, ટેક્સી, રિક્ષા અને ફોર-વ્હીલરનો સમાવેશ કરાશે આ સેવા સાથે સંકળાયેલા વાહનોનો નફો સીધો ડ્રાઇવરને મળશે.
શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે “સહકાર સે સમૃદ્ધિ”ના સૂત્રને સાકાર કરવા માટે મંત્રાલયે દિવસરાત કામ કર્યું છે. સહકાર મંત્રાલય સહકારી વીમા કંપનીની રચના કરાશે
Site Admin | માર્ચ 27, 2025 7:55 પી એમ(PM)
કેન્દ્ર સરકાર ઉબેર અને ઓલાના મોડેલ પર આધારિત ‘સહકાર’ ટેક્સી શરૂ કરશે
