કેન્દ્રિય ગૃહ રાજય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર ઇશાન ભારતના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આજે પત્રકારો સાથે વાત કરતાં તેમણે વધુમાં કહ્યું કે, ઇશાન ભારતમાં સંપર્ક, શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રમાં થયેલા વિકાસના કારણે ઇશાન ભારતના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.
તેમણે કહ્યું કે, આ વખતના બજેટમાં ઇશાન ભારત માટે નવ હજાર 970 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. એવી જ રીતે વિમાન સેવામાં સુધારો કરવા માટે આ ક્ષેત્રમાં અગાઉ નવ વિમાન મથક હતા. છેલ્લા 10 વર્ષમાં નવા આઠ વિમાનમથકોની કાર્યવાહી હાથ ધરાઇ છે. એવી જ રીતે કેન્દ્રની એનડીએ સરકારે ઇશાન ભારતમાં નવી આઠ તબીબી કોલેજો અને 843 શાળાઓ શરૂ કરી છે.
Site Admin | ડિસેમ્બર 6, 2024 7:51 પી એમ(PM) | નિત્યાનંદ રાય
કેન્દ્ર સરકાર ઇશાન ભારતના વિકાસ માટે પ્રતિબદ્ધ છે :કેન્દ્રિય ગૃહ રાજય મંત્રી નિત્યાનંદ રાય
