ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 8, 2024 2:10 પી એમ(PM) | વિજ્ઞાન

printer

કેન્દ્ર સરકારે 33માં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની જાહેરાત કરી છે

કેન્દ્ર સરકારે 33માં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની જાહેરાત કરી છે. આ પુરસ્કારો વિજ્ઞાન ટેક્નોલોજી અને નવીનીકરણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. ISRO-ચંદ્રયાન-3ની ટીમને અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ સાયન્સ ટીમ એવોર્ડ આપવામાં આવશે.
ભારતીય વિજ્ઞાન સંસ્થાના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રો. જી પદ્મનાભનની જૈવિક વિજ્ઞાન માટેના વિજ્ઞાન રત્ન પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. તો વિજ્ઞાન યુવા પુરસ્કાર માટે ડૉ.બપ્પી પોલ, ડૉ. અભિલાષ, રાધા કૃષ્ણન મહાલક્ષ્મી, પુરબી સૈકિયા, દિગેન્દ્રનાથ સ્વેન, પ્રભુ રાજગોપાલ અને પ્રશાંત કુમારની પસંદગી કરાઈ છે. 23 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે યોજાનારા એક કાર્યક્રમમાં તમામ શ્રેણીના પુરસ્કારો આપવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ