કેન્દ્ર સરકારે ૧૨.૯ કિલોમીટર લાંબા સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી છે,
આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ચાર હજાર કરોડ રૂપિયાથી વધુ થશે. તેમણે કહ્યું કે આ રોપવેથી યાત્રાળુઓનો મુસાફરીનો સમય 8 થી 9 કલાકથી ઘટીને 36 મિનિટ થઈ જશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટથી દિવ્યાંગો અને વૃદ્ધોને ઘણી મદદ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હેમકુંડ સાહિબ રોપ-વેનો પણ વિકસાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 2 હજાર 730 કરોડ રૂપિયા થશે. રોપ-વેની લંબાઈ ૧૨.૪ કિલોમીટર હશે.
શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું કે સરકારે પશુધનના સ્વાસ્થ્ય અને રોગ નિવારણ માટે 3 હજાર 880 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણયો લીધા છે. તેમણે કહ્યું કે પશુ ઔષધિ દ્વારા સારી ગુણવત્તાવાળી અને સસ્તી જેનરિક પશુચિકિત્સા દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Site Admin | માર્ચ 5, 2025 7:37 પી એમ(PM) | કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી
