ઇલેક્ટ્રોનિક અને માહિતી તેમજ પ્રસારણ મંત્રાલયે દેશના તમામ સોશિયલ મીડિયા પલ્ટેફોર્મને નિર્દેશ આપ્યા છે કે તેઓ આર. જી કર મેડિકલ કૉલેજ ઘટનામાં મૃતકની ઓળખને લઈને સંબંધિત સર્વોચ્ચ અદાલતના ચૂકાદાનું પાલન કરે. આ પૂર્વે સર્વોચ્ચ અદાલતે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોને પીડિતના નામ સાથે તમામ સંદર્ભ અને તસવીરો સાથેની વીડિયો ક્લિપ તાત્કાલિક ધોરણે દૂર કરવા નિર્દેશ કર્યો હતો. વધુમાં આ આદેશમાં કહેવાયું છે કે મંત્રાલય તમામ સોશિયલ મીડિયા કંપનીઓને કહે કે તેઓ આવી સંવેદનશીલ માહિતી પ્રસારિતન થાય તેની તકેદારી રાખે. આ આદેશનું પાલન નહીં કરવા પર કાયદાકીય પગલાં લેવાઈ શકે છે. આ તરફ કૉલકાતાની આર.જી કર મેડિકલ કૉલેજ – હૉસ્પિટલના તબીબ અધીક્ષક સહ ઉપ-પ્રાચાર્ય બુલબુલ મુખોપાધ્યાય તેમજ પ્રિન્સિપલ સુહ્યતા પૉલને પદ પરથી દૂર કરાયા છે. ચેસ્ટ ડિપાર્ટમેન્ટના પ્રમુખ અરૂણવો દત્તા ચૌધરીને તેમજ હૉસ્પિટલના મદદનીશ અધિક્ષકને પણ પદ પરથી દૂર કરાયા છે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 9:37 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | Kolkata | સર્વોચ્ચ અદાલત