કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ વધારવા માટે વધુ ભંડોળ ફાળવવા વિચારણા હાથ ધરી છે.
આજે દિલ્હી યુનિવર્સિટીમાં સમર્પણ સમારોહનું ઉદ્દઘાટન કરતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની દિલ્હી યુનિવર્સિટી પહેલી પસંદગી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં આ યુનિવર્સિટી જ્ઞાન આધારિત અર્થતંત્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.
આ પ્રસંગે શિક્ષણમંત્રીએ સશક્ત બેટી અને ઇ-દ્રષ્ટિ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો અને વિદ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટ એનાયત કર્યા હતા.
Site Admin | જાન્યુઆરી 4, 2025 8:11 પી એમ(PM)