કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચીંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે.
વિવિધ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રાલયે 600થી વધુ વિદ્યાર્થીઓને આર્થિક રાહત મળે તેવા પગલાં લીધાછે. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન ઉપર કેટલાક કોચીંગ ક્લાસીસ દ્વારા અપેક્ષા મુજબ અધ્યાપનકાર્ય ન થવું, વર્ગો મોડા શરૂ કરવા, અને કેટલાક અભ્યાસક્રમો રદ્દ કરવા જેવી અયોગ્ય વ્યવસાયિક પ્રવૃત્તિ થતી હોવા અંગે ફરિયાદ કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:24 પી એમ(PM)
કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચીંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે
