કેન્દ્ર સરકારે યોગ્ય નીતિ માળખા સાથે શહેરી વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં મહિલાઓ માટેના હોસ્ટેલ “સુષ્મા ભવન”નું ઉદ્દઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે શહેરી વિકાસ નીતિમાં મેટ્રો રેલવે, ઇલેક્ટ્રીક વાહનો, સૂર્યઘર યોજના જેવી યોજનાઓને કેન્દ્રમાં રાખવામાં આવી છે.
શ્રી શાહે રાષ્ટ્રીય સ્માર્ટ સીટી મિશન હેઠળ આવરી લેવાયેલા શહેરોમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા સીસીટીવી સહિત અપાયેલી વિવિધ સુવિધાઓની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે નાગરિકોની સલામતી વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ભવિષ્યમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરાશે.
ગૃહમંત્રીએ દિલ્હી શહેરની સમસ્યાઓ માટે આપ પક્ષના વહીવટને જવાબદાર ગણાવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 4, 2025 8:10 પી એમ(PM)