કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓના ઘરો અને વેપારી સંસ્થાઓ, મંદિરો અને ધાર્મિક સ્થળો પર હુમલા અને હિંસાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે.
વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકારે આ ઘટનાઓ પર પોતાની ચિંતા બાંગ્લાદેશ સરકારને પણ કરી છે.
શ્રી સિંહે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સરકારે લઘુમતી સંબંધિત હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં 70 લોકોની ધરપકડ કરી છે અને 88 કેસ નોંધ્યા છે.
તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સરકારની પ્રાથમિક જવાબદારી લઘુમતીઓ સહિત બાંગ્લાદેશના તમામ નાગરિકોના જીવનની સુરક્ષા કરવાની છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતને આશા છે કે બાંગ્લાદેશ સરકાર હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા અને કલ્યાણ માટે તમામ જરૂરી પગલાં લેશે.
શ્રી સિંહે જણાવ્યું હતું કે આ વર્ષે 9 ડિસેમ્બરે બાંગ્લાદેશના વિદેશ સચિવની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 19, 2024 7:17 પી એમ(PM) | બાંગ્લાદેશ