કેન્દ્ર સરકારે ફરિયાદ નિવારણને સમયબદ્ધ અને સાર્થક બનાવવાના હેતુથી વ્યાપક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. કાર્મિક અને લોક ફરિયાદ તેમજ પેન્શન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સામાન્ય નાગરિકો પોતાની ફરિયાદો www.pgportal.gov પર નોંધાવી શકે છે.
કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સામેની આ ફરિયાદોના સમાધાન માટે નોડલ અધિકારી નિયુક્ત કરવાના રહેશે. જે ફરિયાદોને નિવેડો આવી ગયો હોય તેમના વિશેની માહિતી લોકોને એસએમએસ અને ઇમેલ દ્વારા આપવામાં આવશે.
કેન્દ્રીય લોક ફરિયાદ નિવારણ અને નિરીક્ષણ પ્રણાલી પોર્ટલે વર્ષ 2022થી 2024 દરમિયાન અંદાજે 60 લાખ જાહેર ફરિયાદોનું નિવારણ કર્યું. આ પૂર્વેના આદેશોમાં ફરિયાદ નિવારણની સમય મર્યાદા 30 દિવસ હતી, જેને ઘટાડીને 21 દિવસ કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 10:22 એ એમ (AM)