ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 2, 2024 10:53 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | India | newsupdate

printer

કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત 14 રાજ્યોને પાંચ હજાર 805 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી

કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત 14 રાજ્યોને પાંચ હજાર 805 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી છે. મહારાષ્ટ્રને 1 હજાર 402 કરોડ, આંધ્રપ્રદેશને 1 હજાર કરોડ રૂપિયાથી વધુ, ગુજરાતને 600 કરોડ અને તેલંગાણાને લગભગ 417 કરોડ રૂપિયાની રકમ ફળવાઈ છે. આ રાજ્યો આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અત્યંત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા. આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુર જેવા પૂર પ્રભાવિત રાજ્યોમાં આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમોને નુકસાનના સ્થળ પર મૂલ્યાંકન માટે મોકલવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, બિહાર અને પશ્ચિમ બંગાળમાં, ટુકડીઓને સ્થળ પર નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ટૂંક સમયમાં મોકલવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, લોકોને પડતી મુશ્કેલીને ઓછી કરવા માટે સરકાર અસરગ્રસ્ત રાજ્યો સાથે ઉભી છે અને કહ્યું હતું કે આ વર્ષ દરમિયાન 21 રાજ્યોને 14 હજાર 900 કરોડથી વધુ રૂપિયા પહેલાથી જાહેર કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ