ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્ર સરકારે નાગરિકોને ઇલેક્ટ્રીસિટી નૉ યૉર કસ્ટમર – K.Y.C. અપડેટ છેતરપિંડીથી બચાવવા માટે લીધા પગલાં

કેન્દ્ર સરકારે નાગરિકોને ઇલેક્ટ્રીસિટી નૉ યૉર કસ્ટમર – K.Y.C. અપડેટ છેતરપિંડીથી બચાવવા માટે પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે જે મોબાઈલ નંબર પરથી છેતરપિંડી કરવામાં આવતી હતી. તે તમામ નંબર બંધ કરાવી દીધા છે. દૂરસંચાર વિભાગે છેતરપિંડીની પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે ચક્ષુ પૉર્ટલનો ઉપયોગ કર્યો અને શરૂઆતમાં લગભગ પાંચ શંકાસ્પદ મોબાઈલ નંબરને શોધી લીધા.
કૃત્રિમ બુદ્ધિમતા – A.I. આધારિત આ પૉર્ટલથી જાણવા મળ્યું કે, 392 હેન્ડસેટ સાથે લિન્ક 31 હજાર 740 મોબાઈલ નંબરથી છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારબાદ દૂરસંચાર વિભાગે તમામ દૂરસંચાર કંપનીઓને આદેશ આપ્યો કે, સાઈબર ક્રાઈમ અને નાણાકીય છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાતા આ 392 હેન્ડસેટના I.M.E.I.ને બ્લૉક કરવામાં આવે. ઉપરાંત 31 હજાર 740 મોબાઈલ નંબરની પણ બીજી વાર ચકાસણી કરવામાં આવે.
જો પુનઃચકાસણી નિષ્ફળ થાય તો તેવા મોબાઈલ નંબરોને તાત્કાલિક બંધ કરવામાં આવે. તેમજ તેની સાથે જોડાયેલા હેન્ડસેટને પણ બ્લૉક કરવામાં આવે. દૂરસંચાર વિભાગના સંચાર સાથી પૉર્ટલ પર ચક્ષુ રિપોર્ટ સસ્પેક્ટેડ ફ્રૉડ કમ્યુનિકેશન્સ પર નાગરિકો શંકાસ્પદ છેતરપિંડીની જાણ કરી શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ