કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ (લોજિસ્ટીક હબ) નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે
466 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
ધોલેરા ભીમાનાથ વચ્ચેની 23.33 કિલોમીટરની આ નવી બ્રોડગેજ રેલ્વે લાઇનના
પરિણામે નવી દિલ્હી–મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ ફ્રેટ કોરિડોર સાથે ધોલેરાને કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.
આ રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ થતા ધોલેરા ખાસ મૂડીરોકાણ વિસ્તાર- SIR સાથે સંપૂર્ણ કનેક્ટીવિટી
ઇકોસિસ્ટમ સાથે DMICનું અભિન્ન અંગ બનશે અને ભવિષ્યમાં ધોલેરા SIRના ઉદ્યોગો માટે
ઉત્પાદન અને કાચા માલના પરિવહન માટે પણ ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આગામી થોડા
વર્ષોમાં ધોલેરા SIR, ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે, ત્યારે આ બ્રોડગેજ રેલ્વે
લાઇન પ્રોજેક્ટ તેમાં મહત્વપૂર્ણ બની રહેશે.
રેલવે લાઇન માટેની ફાળવણી બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારનો આભાર
વ્યક્ત કર્યો હતો.
Site Admin | જુલાઇ 12, 2024 7:34 પી એમ(PM)