ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 9:04 એ એમ (AM)

printer

કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદનને વેગ આપવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુ ફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી.

કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદનને વેગ આપવા અને ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી છે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તેમણે કહ્યું કે, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં 17 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર સાથે પાંચ ગણો વધારો થયો છે જ્યારે ઇલેક્ટ્રોનિક નિકાસમાં આ વર્ષોમાં 20 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરનો વધારો જોવા મળ્યો છે. તેમણે ઉમેર્યું કે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગે છેલ્લા દસ વર્ષમાં દેશમાં 25 લાખ નોકરીઓનું સર્જન કર્યું છે.
મંત્રીએ કહ્યું કે, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માટે 22 હજાર કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ પૂરું પાડવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ