કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ 2025નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ડ્રાફ્ટ નિયમો પરામર્શ માટે ખુલ્લા છે અને લોકોના મંતવ્યો માંગ્યા છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023ને ઓગસ્ટ 2023માં રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી. માર્ગદર્શિકામાં બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ખોલવા ફરજિયાત અને ચકાસી શકાય તેવી માતાપિતાની સંમતિનો પ્રસ્તાવ મુકાયો હતો. ડ્રાફ્ટ નિયમો પર લોકોના મંતવ્યો 18 ફેબ્રુઆરી સુધી MyGov પોર્ટલ દ્વારા વ્યક્ત કરી શકાશે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 2:17 પી એમ(PM)