ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 6, 2024 7:49 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેકસટાઇલ ક્ષેત્રમાં પીએલઆઇ યોજના માટે 10 હજાર કરોડ રૂપિયા અને આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે ચૌદસો કરોડ રૂપિયાની ફાળવણી કરી

કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેકસટાઇલ ક્ષેત્રમાં ઉત્પાદન આધારિતરાહત યોજના માટે 10 હજાર કરોડ રૂપિયા અને આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે ચૌદસોકરોડ રૂપિયાની ફાળવણી કરી છે. એવી જ રીતે સરકારે આ ક્ષેત્રમાં નવકલ્પના માટેવિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા 50 લાખ રૂપિયાની મંજૂરી આપી છે. કેન્દ્રિય કાપડમંત્રી ગીરીરાજસિંહે આજે દિલ્હીમાં વિકસિતભારત અને ટકાઉ વિકાસ માટે ટેકનિકલ ટેકસટાઇલ અંગેની એક પરિષદમાં બોલતાં આ મુજબજણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર આ ક્ષેત્રના વિકાસ ઉપર ધ્યાનકેન્દ્રિત કરી રહી છે. કેન્દ્રિયમંત્રીએ જણાવ્યું કે, સંરક્ષણ, કૃષિ, એરોસ્પેસજેવા વિવિધ ક્ષેત્રોમાં ટેકનિકલ ટેકસટાઇલની માંગણીમાં વધારો થઇ રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ