ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 12, 2024 8:56 એ એમ (AM) | કેન્દ્ર સરકાર

printer

કેન્દ્ર સરકારે ઘઉંની સંગ્રહ મર્યાદામાં 31 માર્ચ 2025 સુધી ઘટાડો કર્યો છે.

કેન્દ્ર સરકારે ઘઉંની સંગ્રહ મર્યાદામાં 31 માર્ચ 2025 સુધી ઘટાડો કર્યો છે. અન્ન સલામતીનું સંચાલન કરવા અને સંગ્રહખોરી તથા સટ્ટાખોરીને અટકાવવા માટે કેન્દ્રએ વેપારીઓ, હોલસેલર્સ, છૂટક વેપારીઓ, મોટી શ્રૃંખલા ધરાવતા રિટેલર્સ અને પ્રોસેસર્સ માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંગ્રહ મર્યાદા લાદી છે.
વેપારીઓ અને હોલસેલર્સ માટેની સંગ્રહ મર્યાદા 2,000 મેટ્રીક ટનથી ઘટાડીને 1,000 મેટ્રીક ટન કરવામાં આવી છે, જ્યારે છૂટક વેપારીઓ માટે તે 10 મેટ્રીક ટનથી ઘટાડીને પાંચ મેટ્રીક ટન કરવામાં આવી છે.
એક નિવેદનમાં અન્ન અને ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે, 2024ની રવી મોસમમાં 1 હજાર 132 લાખ મેટ્રીક ટન ઘઉઁનું ઉત્પાદન થયું છે અને દેશમાં પુષ્કળ પ્રમાણમાં ઘઉં ઉપલબ્ધ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ