ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 16, 2025 7:44 પી એમ(PM) | આઠમા પગારપંચ

printer

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગારપંચની રચનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે આજે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં અને નિવૃત્ત કર્મચારીઓનાં પેન્શનમાં વધારાનાં મુદ્દે નિર્ણય લેશે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, 1947થી સાત પગાર પંચની રચના થઈ છે. 2016માં સાતમા પગાર પંચની રચના થઈ હતી, જેની મુદત 2026માં પૂર્ણ થઈ હતી.અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી કેન્દ્ર સરકારનાં 50 લાખ કર્મચારીઓને લાભ થશે, જેમાં સંરક્ષણ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 65 લાખથી વધુ પેન્શનધારકોને પણ તેનો લાભ થશે.કર્મચારી સંઘો અને સંગઠનો દ્વારા 8મા પગાર પંચની રચનાની સતત માગણી થઈ રહી હતી. છેલ્લે 1 જાન્યુઆરી, 2016નાં રોજ પગાર વધારો થયો હોવાથી આગામી પગાર વધારો 1 જાન્યુઆરી, 2026થી થવાની સંભાવના છે.” 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ