કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખેલો ઈન્ડિયા યોજના હેઠળ એક હજાર 250 ખેલો ઈન્ડિયા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી એક હજાર 41 કેન્દ્રોને નોટિફાય કરવામાં આવ્યા છે.
રાજ્યસભામાં પ્રશ્નના એક લેખિત જવાબમાં રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા રમતગમતના માળખાને મજબૂત કરવા માટે રાજ્યોને મદદ કરી રહી છે.
શ્રી માંડવિયાએ માહિતી આપી હતી કે ખેલો ઈન્ડિયા સ્કીમ હેઠળ દેશભરમાં 323 રમતગતમ આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 6:54 પી એમ(PM) | ખેલો ઈન્ડિયા યોજના