કેન્દ્ર સરકારે કરવેરા હસ્તાંતરણ પ્રક્રિયા હેઠળ વિવિધ રાજય સરકારોને એક લાખ 78 હજાર કરોડ રૂપિયા છુટા કર્યા છે. કેન્દ્રિય નાણાં મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ રાજય સરકારો વિકાસ અને કલ્યાણ કાર્યક્રમો માટે ખર્ચ કરી શકે અને ભંડોળના ઉપયોગમાં વધારો કરી શકે તે હેતુથી તેમજ આગામી સમયના તહેવારોને ધ્યાનમાં લઇને રાજયને મળવાપાત્ર વેરાની રકમમાંથી કેટલીક રકમ છુટી કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ ઉત્તરપ્રદેશને સૌથી વધુ 31 હજાર 962 કરોડ રૂપિયા અપાયા છે.
Site Admin | ઓક્ટોબર 10, 2024 7:52 પી એમ(PM) | વિકાસ અને કલ્યાણ
કેન્દ્ર સરકારે કરવેરા હસ્તાંતરણ પ્રક્રિયા હેઠળ વિવિધ રાજય સરકારોને એક લાખ 78 હજાર કરોડ રૂપિયા છુટા કર્યા છે
