કેન્દ્રસરકારે ઇશાન ભારત વિકાસ મંત્રાલયને કરાતી અંદાજપત્રીય ફાળવણી 24 હજાર કરોડ રૂપિયાહતી તેમાં વધારો કરીને 82 હજાર કરોડ રૂપિયા કરી છે. મેઘાલય અનેઆસામની બે દિવસની મુલાકાતે ગયેલા ઇશાન ભારત ક્ષેત્રના કેન્દ્રિય મંત્રીજયોતિરાદિત્ય સિંધિયાએ આજે ગુવાહાટીમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યુંહતું. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ વિસ્તારની માળખાકીય સુવિધાઓ, સંપર્કવ્યવસ્થા, તેમજ આરોગ્ય, શિક્ષણ, અને પ્રવાસન ક્ષેત્રના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિતકર્યું છે. શ્રીસિંધિયાની આ મુલાકાત દરમ્યાન, NERACE એપનો શુભારંભ કરાશે. આ એપ ઇશાન ભારતના ખેડૂતોને વૈશ્વિકસ્તરે કૃષિ ઉપજોના વેચાણની સીધી સુવિધા આપશે. આ એપ અંગ્રેજી અને હિન્દી ઉપરાંતઆસામી, બંગાળી, નેપાળી, ખાસી, મિઝો અને મણિપુરી ભાષામાં ઉપલબ્ધ છે. શ્રીસિંધિયા આવતીકાલે ગુવાહાટીમાં આસામ રાજયમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા અંગેઅધિકારીઓ સાથે ચર્ચાવિચારણા કરશે.
Site Admin | જુલાઇ 12, 2024 8:03 પી એમ(PM)